નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના ખોસામાં આસામ રાઈફલ્સે પ્રતિબંધિત સંગઠ એનએસસીએન (IM)ના 6 ઉગ્રવાદીઓને શનિવારે ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં આસામ રાઈફલ્સે આતંકીઓના ઠેકાણા પરથી હથિયાર અને દારુગળો જપ્ત કર્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્ટેલીજન્સ ઈનપુટના આધાર પર આસામ રાઈફલ્સની બે ટીમને અરુણાચલ પ્રદેશા તિરપ જિલ્લાના ખોસા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. આ વિસ્તાર આસામના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટરના અંતરે છે અને મ્યાનમારની સીમાને અડીને છે. ગુપ્ત જાણકારી અનુસાર, નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એટેલે કે એનએસસીએન (IM)જૂથના આતંકી ખોસાના જંગલમાં પોતાના ઠેકાણા પર છૂપાયા હતા. તેની સૂચનાના આધાર પર આસામ રાઈફલ્સના જવાનોએ સવારે 4.30 વાગ્યે આ જગ્યાની ઘેરાબધી કરી હતી. બન્ને તરફથી ગોળીબાર થયો હતો જેમાં એનએસસીએન (IM)ના છ ઉગ્રવારી માર્યા ગયા છે.

એનકાઉન્ટરમાં આસામ રાઈફલ્સના એક જવાન પણ ઘાયલ થયો છે. ઘાયલ જવાનન મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી છ રાઈફલ અને મોટા પ્રમાણમાં એમ્યુનશન અને બીજા સંવેદનશીલ સામાન જપ્ત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, એનએસસીએન (આઈએમ) નાગાલેન્ડનો એક પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન છે, જે નાગાલેન્ડને અડીને આવેલા અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લામાં સક્રિય છે. આ સંગઠને અનેક વખત આ વિસ્તારમાં સેના અને અન્ય સુરક્ષાદળો પર મોટા હુમલા કર્યા છે. એનએસસીએન પર ચીન પાસેથી ફાઈનેન્સિંગ લઈને હથિયાર અને ટ્રેનિંગ લેવાના અહેવાલ આવતા રહે છે.