ઉત્તરપ્રદેશ: ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેટક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોત
abpasmita.in | 21 Sep 2019 05:14 PM (IST)
સ્થાનિક પોલીસ અનુસાર સવારે 11 વાગ્યે ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો. જેમાં 8 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત થયા હતા.
લખનઉ: ઉત્તર પ્રદેશના ઈટાના મિરેહચી વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ઈટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અનુસાર સવારે 11 વાગ્યે ફેક્ટરીમાં જોરદાર ધમાકો થયો. જેમાં 8 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત થયા હતા. જે લાયસન્સવાળા ગોડાઉન હતા રેહણાંક વિસ્તારથી 5-6 કિલોમીટર દુર છે, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે ફટાકડા ઘરમાં મુકેલા હતા. જમવાની બનાવતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો.