Chandrayaan -3: ચંદ્રમાં પરથી ચંદ્રયાન-3ને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે. ચંદ્રયાન-3 ના રૉવર પ્રજ્ઞાને આજે વિક્રમ લેન્ડરનો એક શાનદાર ફોટો શેર કર્યો છે, જે તેને પોતાના નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરીને પ્રથમ વાર આ તસવીર ક્લિક કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ચંદ્રની સપાટી પર ઉતરેલું ચંદ્રયાન ચંદ્રના કેટલાય રહસ્યો ખોલી રહ્યું છે. રૉવર પ્રજ્ઞાને ઓક્સિજન, સલ્ફર, એલ્યૂમિનિયમ સહિતના અનેક તત્વોની હાજરીની પુષ્ટિ કરી છે. હાઇડ્રોજનની શોધ ચાલુ છે. આ સાથે ચંદ્રયાન-3 ના રૉવર પ્રજ્ઞાનમાં લેસર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટો-સ્કોપએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે.


ઓક્સિજન પણ મળી આવ્યો છે, જોકે હાઇડ્રૉજનની શોધ ચાલુ છે. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી અને એ પણ જણાવ્યું કે ઇન-સીટુ પ્રયોગ ચાલી રહ્યો છે. બેંગલુરુંમાં લેબૉરેટરી ફૉર ઇલેક્ટ્રૉ-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા રૉવર પરના NavCams ડેવલપ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, જેનાથી ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બની ગયો હતો અને પૃથ્વીના સૌથી નજીકના અવકાશી પાડોશીના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો.






નવી તસવીર ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક રૉવરે સલ્ફરની શોધ કર્યાના એક દિવસ બાદ જ સામે આવી છે. ઇસરોએ ગઇકાલે જાહેરાત કરી હતી કે રોબૉટે એલ્યૂમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રૉમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકૉન અને ઓક્સિજન પણ શોધી કાઢ્યા છે. અવકાશ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ચંદ્રયાન-3 રૉવર પર લાગેલા લેસર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રૉસ્કૉપી (એલઆઇબીએસ) ઉપકરણે દક્ષિણી ધ્રુવની પાસે ચંદ્રની જમીનની મૌલિક સંરચના પર પહેલીવાર ઇન-સીટૂ માપ સલ્ફરની ઉપસ્થિતિની પુષ્ટિ કરી છે.