સર્વે: શાકાહારી અને સિગારેટ પીનારા લોકો પર કોરોનાના સંદર્ભે એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે વૈજ્ઞાનિક ઓદ્યોગિક પરિષદ (CSIR) દ્રારા કરવામાં આવ્યો છે. જો કે સર્વેના તારણ આશ્ચ્રર્યજનક છે. જી હાં સર્વેનું તારણ છે કે, સિગારેટ પીનાર વ્યક્તિને કોરોના સંક્રમણનું જોખમ ઓછું રહે છે. ઉપરાંત જે લોકો શાકાહારી છે. તેવા લોકોમાં પણ કોરોનાના સંક્રમણનું જોખમ ઓછું રહે છે.
શું છે સર્વેનું તારણ
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્રારા લગભગ 40 સંસ્થા પર સીરો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણ મુજબ શાકાહારીમાં અને ધૂમ્રપાન કરનારમાં ઓછી સીરો પોઝીટિવીટી જોવા મળી રહી છે. જેના કારણે આવા લોકોમાં કોરોના સંક્રમણનું ઓછું જોખમ રહે છે. આ લોકોની બોડી કોરોના સામે ઓછી સંવેદનશીલ હોય છે. આ સંશોધનમાં ચીન, ઇટલી અને ન્યૂયોર્કના સર્ચ રિપોર્ટનો એક અહેવાલનો સંદર્ભ પણ લેવાયો છે.
કેવી રીતે કરાયો સર્વે
વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક અનુસંધાન પરિષદ દ્રારા એન્ટીબોડીની ચકાસણી કરવા માટે અને આ સદર્ભે સંશોધન કરવા માટે લેબોરેટરીમાં જ કામ કરતા 10,427 વયસ્ક વ્યક્તિઓના અને તેમના પરિવારના લોકોના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, 10,427 વ્યક્તિમાંથી 1,058 લોકોમાં એસએઆરએસ-સીઓવી-2 સામે એન્ટીબોડી જનરેટ થયેલી હતી
સર્વના તારણ મુજબ ઘૂમ્રપાન કરતા લોકોમાં સીરો પોઝિટિવીટી હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ સર્વેનું તારણ ચોંકાવનારૂ છે. કોરોના શ્વસનને લગતી બિમારી હોવા છતાં પણ ધૂમ્રપાન કરનારને જોખમ ઓછું રહે છે.
સર્વેના તારણ મુજબ શાકાહારી ઉપરાત બ્લડ ગ્રૂપ ‘o’ પોઝિટિવ ધરાવતા વ્યક્તિમાં પણ ઓછી સીરો પોઝિટીવીટી જોવા મળી છે. જેથી આવા લોકોમાં પણ કોરોના સંક્રમણનું જોખમ ખૂબ જ ઓછું રહે છે.
સિગારેટ પીનારાંને કોરોના થવાનો ખતરો વધારે કે ઓછો ? જાણો નવા સર્વેમાં શું થયો મોટો ખુલાસો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2021 10:50 AM (IST)
કોરોના વાયરસને લઇને અનેક સંશોધન અને સર્વે થયા છે. વૈજ્ઞાનિક ઔદ્યોગિક પરિષદ (CSIR) દ્રારા થયેલો એક નવો સર્વે સામે આવ્યો છે. જેમાં સિગારેટ પીનાર અને શાકાહારીને કોરોનાનું કેટલી જોખમ છે તે મુદ્દે સંશોધન કરવામાં આવ્યું છે. શું છે આ સંશોધનનું તારણ જાણીએ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -