દિલ્લી એનસીઆરમાં ભારે ધુમ્મસ વચ્ચે ઠંડીનો પારો 5.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે હિમાચલના શિમલા, મનાલી અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે. આ તરફ જમ્મુ-કશ્મીરમાં પણ ઠંડીએ છેલ્લા 25 વર્ષનો રેકોર્ડો તોડ્યો છે.
શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ 7.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થયા છે. સાથે જ ડાલ લેક પણ કાતિલ ઠંડીમાં થીજી ગયુ છે. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ભારતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.