અમેઠી: ઉત્તરપ્રદેશના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુરેન્દ્રસિંહનું પોસ્ટમોર્ટમ લખનઉમાં કરવામા આવ્યું હતું. ત્યારબાદ તેમના શબને અંતિમ દર્શન માટે બરૌલિયા ગામમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં કેંદ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ અર્થીને કાંધ આપી હતી.


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સુરેન્દ્ર સિંહની હત્યા મામલે તપાસના આદેશ આપ્યા છે. સુરેન્દ્રસિંહ સ્મૃતિ ઈરાનીના ભવ્ય જીતની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેના ઘરે ગોળીમારી હત્યા કરી નાંખી હતી.