નવા શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે સ્મૃતિ ઇરાની સાથે કરી મુલાકાત
abpasmita.in | 06 Jul 2016 08:48 AM (IST)
નવી દિલ્લીઃ આજે નવા શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે સ્મૃતિ ઇરાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્મૃતિએ જાવડેકરને શુભકામનાઓ પાઠવી હતી. જાવડેકર ઔપચારિક રૂપથી ગઇકાલે પોતાનો પદભાર સંભાળશે. મોદી સરકારની કેબિનેટમાં મંગળવારે થયેલા ફેરફારમાં સ્મૃતિ ઇરાની પાસેથી એચઆરડી મંત્રાલય ખેંચી લેવામાં આવ્યું અને પ્રકાશ જાવડેકરને નવા એચઆરડી મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. સ્મૃતિને કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સ્મૃતિએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં જણાવ્યું હતું કે પ્રકાશ જાવડેકરને શુભકામના પાઠવું છું. તેઓ એચઆરડી મંત્રાલયને નવી ઉંચાઇઓ પર લઇ જશે. બાદમાં તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માનતા લખ્યું હતું કે, તેમણે મને અગાઉ એચઆરડી મિનિસ્ટ્રીને સંભાળવાની તક આપી તે બદલ તેમનો આભાર.