નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીને પંજાબમાં પોતાનું અસ્તીત્વ બનાવવાની દોડમાં એક મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોની સરખાણી શ્રી ગુરૂગ્રંથ સાહિબ સાથે કરવમાં આવતા આપ પ્રવક્તા આશીષ ખેતાન સામે અમૃતસરમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પંજાબ ચુંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો ત્યારે આ નિવદેન આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના ચુંટણી મેનિફેસ્ટોમાં શ્રી હરિમંદિર સાહિબજીની તસ્વીર પર અરવિંદ કેજરીવાલના ઝાડુ( સાવણા) સાથે ફોટો દેખાડવામાં આવ્યો છે. એસજીપીસીએ આના પર નારાજગી વ્યક્ત કરી છે. અને તેને શિખોનું અપમાન ગણાવ્યું છે. આ સિવાય આશીષ ખેતાને આપના ચુંટણી મેનિફેસ્ટોની તુલના શ્રી ગુરગ્રંથ સાહિબ સાથે કરી દીધી છે. જેનાથી નારાજ શીખ સમાજે માફી માગવાની અપિલ કરી છે. આ મામલે આપે અને અરવિંદ કેજરીવાલે માફી માગી લીધ હતી તેમ છતા આશીષ ખેતાન સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આ વિવાદ બાદ ખેતાને જણાવ્યું હતું કે, યૂથ મેનિફેસ્ટો દરમિયાન તેના મોઢામાંથી નિકળેલા અમુક શબ્દો માટે તે માફી માંગે છે. તેનો ઇરાદો કોઇ પણ સમાજ, વર્ગ કે વ્યક્તિ વિશેષની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી.