ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી ઉત્તરાખંડના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડ હવામાન કેન્દ્રે 23 જાન્યુઆરીએ ભારે બરફવર્ષા માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે.

Continues below advertisement

ઘણા સમયથી, દરેક વ્યક્તિ ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોયા પછી ઉત્તરાખંડ હવામાન કેન્દ્ર સારા સમાચાર લઈને આવ્યું છે. હવામાન કેન્દ્રના એલર્ટમાં જણાવાયું છે કે 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થશે.

આ વિસ્તારોમાં ભારે બરફ વર્ષાની શક્યતા

Continues below advertisement

ઉત્તરાખંડ હવામાન કેન્દ્રે 23 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન કેન્દ્રના એલર્ટમાં 2800 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી છે. હવામાન કેન્દ્રે 23 જાન્યુઆરીએ ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ અને બાગેશ્વરમાં 2,800 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફ વર્ષાની આગાહી કરી છે.

બરફ વર્ષાને લઈ એડવાઈઝરી જાહેર 

હવામાન વિભાગે 23 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને આ અંગે એક એડવાઈઝી પણ જારી કરી છે. એડવાઈઝરમાં  જણાવાયું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ અને બાગેશ્વર જિલ્લામાં ભારે હિમવર્ષા થશે. વરસાદની પણ અપેક્ષા છે. હવામાન કેન્દ્રે તેની સલાહમાં જણાવ્યું છે કે 2,800 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી રસ્તાઓ બંધ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળીની લાઈનો અને પાણીની પાઇપલાઇનો પણ પ્રભાવિત થવાની સંભાવના છે. એડવાઈઝરીમાં ઉત્તરાખંડના પહાડી વિસ્તારોના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને અન્ય કારણોસર રસ્તાઓ અવરોધિત થવાની સંભાવનાની પણ ચેતવણી આપવામાં આવી છે. ભારે હિમવર્ષાથી તાપમાન શૂન્યથી નીચે જતા ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

હવામાન કેન્દ્રની એડવાઈઝરીમાં રાજ્ય સરકારને તેના અધિકારીઓને સતર્ક રહેવા અને 2800 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ સાફ કરવાના મશીનો સમયસર તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોને પહાડી વિસ્તારોમાં વીજળી ગુલ થવા અને ઠંડીની સ્થિતિનો સામનો કરવા માટે બેકઅપ અને વૈકલ્પિક વીજ વ્યવસ્થા કરવાની પણ સલાહ આપવામાં આવી છે. તેઓએ પૂરતો ખોરાક અને મૂળભૂત દવાઓ પણ સાથે રાખવી જોઈએ. લોકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, કારણ કે ભારે હિમવર્ષા લપસણા રસ્તાઓ પર ચાલવું અત્યંત જોખમી બની શકે છે.