Weather:હવામાન વિભાગે આજે દેશના 9 રાજ્યોમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર  કર્યું છે. IMD એ દિલ્હી-NCR થી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન થી હિમાચલ પ્રદેશ સુધી તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) એ  પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સવાર અને રાત્રિ દરમિયાન ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ઉત્તર ભારતના 19 શહેરોમાં પણ ઠંડીનું તીવ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે.  સરેરાશ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનો દાવો.. થોડા દિવસ માટે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. દિવસે ગરમી જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. 

5 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણીહવામાન વિભાગે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર  કર્યું છે. આમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢનો સમાવેશ થાય છે. જે પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. વરસાદ દરમિયાન આ રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરીએ રાજસ્થાન માટે વરસાદની ચેતવણી અને 1 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે.                                                                     

બિહારથી રાજસ્થાન સુધી ધુમ્મસ 

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને બિહારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેવાની ચેતવણી પણ આપી છે. આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.  આગામી બે દિવસમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, મધ્ય ભારતમાં તાપમાન વિપરીત રહેવાની ધારણા છે. આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં મધ્ય ભારતને થોડી રાહત મળી શકે છે. IMD એ એક નવી પશ્ચિમી વિક્ષેપની ઓળખ કરી છે, જે હાલમાં ઉત્તરપૂર્વીય ઈરાન (IRAN) પર એક્ટિવ છે.

IMD એ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. 31 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન વરસાદ અથવા ગાજવીજ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 1 ફેબ્રુઆરી માટે ખાસ ચેતવણી જાહેર  કરી છે. આ દિવસે સવારથી રાત સુધી વાવાઝોડા, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદની આગાહી છે.