‘LIC ડૂબી રહી છે’ સોશિયલ મીડિયા પર VIRAL થયો મેસેજ, કંપનીએ શું આપ્યો જવાબ?
abpasmita.in
Updated at:
09 Oct 2019 11:19 PM (IST)
એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે
NEXT
PREV
મુંબઇઃભારતીય જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે સ્પષ્ટ કર્યું હતુ કે સોશિયલ મીડિયા પર તેમની આર્થિક સ્થિતિને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એલઆઇસીને લઇને ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. એલઆઇસીએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ પોલિસી હોલ્ડર્સના પૈસા સુરક્ષિત છે અને તેના પર હાલમાં કોઇ આર્થિક સંકટ નથી.
એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલઆઇસીની આર્થિક હાલત ખૂબ ખરાબ છે અને અહી રોકાણ કરનારા લોકોના પૈસા ખતરામાં છે. આ મેસેજને ફગાવતા એલઆઇસીએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, એલઆઇસીની આર્થિક ખૂબ મજબૂત છે અને પોલિસી હોલ્ડર્સ વચ્ચે ફેલાવવામાં આવી રહેલો ભ્રમ પાયાવિહોણો છે અને ખોટા રિપોર્ટ પર આધારિત છે.
એલઆઈસીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે તે તથ્યહીન, અપૂરતી માહિતીવાળો અને જાણી જોઈને એલઆઈસીની છબિ ખરડાવવા માટે કરવામાં આવ્યો ચે. આ મેસેજ દ્વારા એલઆઈસીના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એલઆઈસીની આર્થિક સ્થિતને લઈ સ્ટેકહોલ્ડર્સને પણ સાવચેત કરી દેવામાં આવી રહ્યા છે.
કંપનીએ જણાવ્યું કે, વર્ષ 2018-19 દરમિયાન એલઆઈસીએ તેના પોલિસીહોલ્ડર્સને સૌથી વધારે આશરે 50,000 કરોડ બોનસ આપ્યું હતુ. પોલિસી માર્કેટમાં એલઆઈસીનો શેર 31 ઓગસ્ટ સુધી 72.84 ટકાથી વધીને 73.06 ટકા છઈ ગયો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલઆઈસીમાં રોકાણ કરનારી અનેક મોટી કંપનીઓની હાલત ખરાબ છે. જેના કરાણે એલઆઈસીનું ભવિષ્ય પણ અંધકારમય છે. જોકે કંપનીએ આને પાયાવિહોણુ ગણાવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -