દેશના સૌથી સન્માનિત વકીલોમાંથી એક એવા સોલી સોરાબજીનું નિધન થયું છે. તેમનું કોરોના વાયરસથી નિધન થયું છે. 91 વર્ષા સોલી સોરાબજી વર્ષ 1989થી 90 ને બાદમાં 1998થી 2004 સુધી ભારતના એટર્જી જનરલ રહી ચૂક્યા છે. વકીલાતના ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા તેમને પત્મવિભૂષણ સન્માન પણ આપવામાં આવ્યું હતું.


સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બેમાં થયો હતો. તેઓ 1953થી બોમ્બો હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 1971માં સોલી સોરાબજીને સુપ્રીમ કોર્ટમાં સીનિયર કાઉન્સિલ બનાવવામાં આવ્યા. તેઓ બે વખત ભારતના એટર્ની જનરલ રહ્યા. પ્રથમ વખત 1989થી 90 અને બીજી વખત 1998થી 2004 સુધી તેએ એટર્ની જનરલ રહ્યા.


સોલી સોરાબજીની બીજી ઓળખ દેશના મોટા માનવાધિકાર વકીલમાં થતી હતી. યૂનાઈટેડ નેશને 1997માં તેમને નાઈજિરિયામાં વિશેષ દૂત બનાવીને મોકલ્યા હતા, જેથી તેઓ માનવાધિકારની સ્થિતિ વિશે જાણી શકે. ત્યાર બાદ તેઓ 1998થી 2004 સુધી માનવ અધઇકારોનું સંવર્ધન અને સંરક્ષણ પર UN-Sub Commissionના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્વા.


સોલી સોરાબજી અભિવ્યક્તિની સ્વતંત્રતાના મોટા પક્ષઘર રહ્યા હતા. તેમણે ભારતની સુપ્રીમ કોર્ટમાં અનેક ઐતિહાસિક કેસમાં પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે અને પ્રકાશનો પર સેન્સરશિપ આદેશો અને પ્રતિબંધોને રદ્દ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માર્ચ 2002માં તેમને બીજો સૌથી મોટો નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.