સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારના સંરક્ષણમાં દેશના યુવાઓનો અવાજ દબાવીને ગુંડો દ્ધારા હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ખૂબ નિરાશાજનક અને અસ્વીકાર્ય છે. આ અગાઉ જેએનયુના કુલપતિ એમ જગદીશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ રાખવાની અપીલ કરી છે. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ દ્ધારા એકેડમિ સુવિધાઓ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. વિદ્યાર્થીઓએ કોઇ પણ પ્રકારની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. યુનિવર્સિટીની પ્રથમ પ્રાથમિકતા અમારા વિદ્યાર્થીઓની એકેડમિક હિતોની રક્ષા કરવાની છે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જેએનયુ હિંસા પર કહ્યું કે, આ મામલાની તપાસ શરૂ થઇ ગઇ છે. હાલમાં તેના પર બોલવું યોગ્ય નથી. હું એટલું જરૂર કહીશ કે યુનિવર્સિટીએ રાજનીતિનો અડ્ડો બનવો જોઇએ નહીં.