તેમણે કહ્યું, પ્રણબ દા પાંચ દશકથી વધુ સમય સુધી સાર્વજનિક જીવન, કૉંગ્રેસ પાર્ટી અને કેંદ્ર સરકારનો અભિન્ન હિસ્સો રહ્યા છે. તેમણે દરેક પદ પરથી હોવાની સાથે તેને સુશોભિત કરવાનું કામ કર્યું છે અને તેમના સાથિઓ સાથે તેમની વાસ્તવમાં ઘનિષ્ટતા હતી. તેમનું છેલ્લા 50 વર્ષથી વધુનું જીવન ભારતના 50 વર્ષોના ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે.
સોનિયા ગાંધીએ કહ્યું મુખર્જીએ કેબિનેટ મંત્રી, સંસદ અને રાષ્ટ્રપતિ તરીકે દેશમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે કહ્યું, તેમની સાથે કામ કરવાને લઈને મારી અંગત રીતે ખૂબ જ સારી સુખદ યાદો છે. કૉંગ્રેસ પાર્ટી તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું સોમવારે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રણબ મુખર્જી 84 વર્ષના હતા. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ તેમના નિધનની જાણકારી આપી હતી.