વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રોડ શો કરવાના છે. આ રોડ શો બપોરે એક વાગ્યે શરૂ થશે. આ રોડ શો આંબેડકર પ્રતિમા પાર્કથી કમલાપતિ ત્રિપાઠી પ્રતિમા પાર્ક સુધીનો હશે. અહીં સોનિયા ગાંધી સભાનું સંબોધન કરશે.


કોંગ્રેસ અધ્યક્ષાનો આ રોડ શો આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત છે. સોનિયાના સ્વાગત માટે વારાણસીમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીમાં રોડ શોનું પ્રદર્શન થશે.

આ રોડશો માં ઉ.પ્રના સીએમ પદના ઉમેદવાર શીલા દિક્ષિત અને ગુલામ નબી આઝાદ પણ આ શોમાં હાજર રહેશે. બપોરે 01.15 વાગ્યે સર્કિટ હાઉસ સામે આંબેડકરની પ્રતિમાની મૂર્તિ પર માળા પહેરાવશે

આ સાથે રોડ શોની શરૂઆત થશે, 8 કિમી લાંબો હશે રોડ શો. જેમાં સર્કિટ હાઉસ, કચેરી, ગોલઘર, વરૂણા પુલ, તાજ હોટેલ, નદેસર, આંધ્રા પુલ, ચોક ઘાટ, પીળી કોઠી, વિશ્વેશ્વર ગંજ, મૈદાગિન, હરિશ્ચંદ્ર કોલેજ, લહુરાબીર, કબીર ચૌરા, મલદહિયા, કૈંટ જઈને રોડ શોની સમાપ્તિ થશે. સાંજે 3::0 વાગ્યે રોડ શોનો અંત થશે.

સાંજે 5:45એ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી અને પછી મીડિયા સાથે વાત કરશે.