સોનિપતઃ હરિયાણાના સોનિપતમાં રિટાયર્ડ સૈનિકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેણે આપઘાત કરતા પહેલા દીવાલ પર સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે પત્ની તથા સાસરિયા પર આરોપ લગાવ્યો છે. ઘરમાંથી ઘરેણાની ચોરી થયા બાદ પરિવારમાં વિવાદ ચાલતો હતો. જેને લઈ તેણે પત્નીને ફટકારી હતી, જે અંગે પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેની અટકાયત કરી હતી અને પત્ની નારાજ થઈને પિયર જતી રહી હતી.


મૃતકના ભાઈએ શું કહ્યું


હરસાના કલાંના બીરેંદ્ર સિંહે પોલીસને જણાવ્યું કે, તે સ્પોર્ટ્સ વિભાગનો રિટાયર્ડ છે. તેનો ભાઈ નરેશ કુમાર પણ રિટાયર્ડ છે. જ્યારે નાની બહેન અપરણીત છે. તેનો ભાઈ એક કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે નોકરી કરતો હતો. પાંચ-છ દિવસ પહેલા પત્ની તથા સાસરીયા સાથે ઝઘડો થયો હતો. જે બાદ તેના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે જામીન પર તેને છોડાવી લાવ્યો હતો.


શરાબ પીધા બાદ દીવાલ પર લખી સુસાઈડ નોટ


12 ઓક્ટોબરે તે સાસરી હનુમાન નગર ગયો હતો. જ્યાંથી તે રાતે પરત ફર્યો હતો. તે રાતે ખૂબ શરાબ પીધો હતો અને દીવાલ પર સુસાઇટ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે સવારે અમે જોયું તો તેના રૂમના દરવાજા ખુલ્લા હતા. તેનો મૃતદેહ લટકતો હતો. તેણે પત્ની, સસરા, સાસુ તથા સાળા પર આરોપ લગાવ્યા છે. પોલીસે બીરેંદ્ર સિંહની ફરિયાદના આધારે આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધ્યો છે.


ઘરેણા ચોરીના આરોપ બાદ પત્ની જતી રહી હતી પિયર


તેમના ઘરમાંથી લાખો રૂપિયાના ઘરેણા ગાયબ હતા. જેનો શકે તેને પત્ની પર હતો. આ કારણે નરેશનો તેની પત્ની ગીતા દેવી, સસરા ઓમપ્રકાશ તથા અન્ય સાસરીયા સાથે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની પિયર જતી રહી હતી.