નવી દિલ્હીઃ દિલ્હીમાં AICC ઓફિસમાં કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર છે. આ બેઠકમાં લખીમપુર ખીરી હિંસા, પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગીને લઇને ચર્ચા થશે. તાજેતરમાં જ ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ અગાઉ કોગ્રેસના જી-23 નેતાઓએ સિદ્ધુના રાજીનામા બાદ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, સોનિયા ગાંધીએ પોતાને ફૂલ ટાઇમ પાર્ટી અધ્યક્ષ બનવાના સંકેત આપ્યા છે. બેઠકમાં તેમણે કહ્યું કે જો તમે મને એવું કહેવાની મંજૂરી આપશો તો હું પોતે ફૂલ ટાઇમ પાર્ટી અધ્યક્ષ તરીકે રહીશ. અમે ક્યારેય સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને વિચાર્યા કે સમજ્યા વિના જવા દીધા નથી પરંતુ મીડિયાના માધ્યમથી મારી સાથે વાત કરવાની કોઇ જરૂર નથી. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીનું આ નિવેદન પાર્ટીના અસંતુષ્ઠ નેતાઓના જૂથ જી-23ને જવાબ છે.


વાસ્તવમાં થોડા દિવસ અગાઉ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોગ્રેસમાં નિર્ણય કોણ લે છે, જેને તેઓ સમજી શકતા નથી. કોગ્રેસના સૂત્રોએ કહ્યું કે કાર્યસમિતિની બેઠકમાં લખીમપુર ખીરી, ખેડૂતોના મામલે અને અન્ય મુદ્દાઓ પર મોદી અને યોગી સરકારના ઘેરવા સિવાય નવા અધ્યક્ષ અને સંગઠનની પસંદગી પર કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. ચૂંટણી સમિતિને ચૂંટણી નક્કી કરેલા સમય પર કરાવવાના નિર્દેશ આપવામાં આવશે.


સોનિયા ગાંધીએ વિધાનસભાની ચૂંટણી મુદ્દે શું કહ્યું?


કોંગ્રેસ અઘ્યક્ષે આગામી વિધાનસભાની ચૂંટણી વિશે કહ્યું કે. “અમારી સામે કેટલાક પડકાર આવશે. પરંતુ જો આપણે સંગઠિત રહીશું અને પાર્ટીના હિતમાં કામ કરીશું તો આપણે ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કરી શકીશું”તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ, પંજાબ, ગૌવા,ઉત્તર પ્રદેશ, મણિપુરમાં થનાર ચૂંટણીની તૈયારીએ શરૂ તકરી દીધી છે.


આ પણ વાંચો


પેટ્રોલ-ડીઝલની સાથે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો, કયા શાકભાજીએ મારી 'સદી'?


આજથી થઈ શકશે સિંહ દર્શન, ચાર મહિનાના વેકેશન બાદ નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ


CSK Won IPL 2021: ચેન્નઈએ ચોથી વખત જીત્યો આઈપીએલ ખિતાબ, જાણો ફાઈનલ મેચમાં ક્યા-ક્યા રેકોર્ડ બન્યા