નવી દિલ્લીઃ GSTને 1 એપ્રિલથી લાગુ કરવામાં માટે સરકાર પાસે ઓછો સમય બચ્યો છે. ત્યારે સરકાર આના માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. નાણા મંત્રી અરુણ જેટલીએ ઇકોનૉમિસ્ટ ઇંડિયાના સમિટમાં બોલતા જણાવ્યું હતું કે, સરકાર આના માટે રાષ્ટ્રપતિ પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ તેને લાગુ કરી દેશે.

જેટલીએ જણાવ્યું હતું કે, અમે ઘણો કઠોર લક્ષ્ય રાખ્યો છે. જેને અંદર રાષ્ટ્રીય સ્તરની આકાંક્ષઓનો સમાવેશ થાય છે. 20 થી 25 દિવસની અંદર દરેક રાજ્ય તેને લાગુ કરી દેશે. કેમ કે તેનાથી રાજ્યને વધુ ફાયદો થવાનો છે.

રાજ્ય સરકાર પણ તેને પાસ કરી રહ્યા છે. તમામ રાજ્યમાંથી સ્વીકૃતી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા તેનો સ્વીકાર કર્યા બાદ સંવિધાન વિધેયક અંગે પણ જાણ કરવામાં આવશે.

અધિસૂચના બહાર પાડ્યા બાદ અને GST પરિષદના બનાવ્યા બાદ બાકી રહેલા તમામ મામલાની પરિષદ સમાધાન શોધશે. જેટલીએ કહ્યું હતું કે, અમારી પાસે આવું કરવા માટે સપ્ટેમ્બર,ઓક્ટોબર અને નવેંબરના અમુક દિવસો છે.