ઓપી તિવારી, એબીપી ન્યૂઝઃ ચાર વર્ષ જૂના ડ્રગ્સ મામલામાં ટોચના તેલુગુ સ્ટાર્સને ઇડીએ સમન્સ પાઠવ્યું હતું. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેલુગુ સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, રવિ તેજા અને રાણા દગ્ગુબાતી સહિત 12 લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સૂત્રોના મતે છ સપ્ટેમ્બરના રોજ રકુલ પ્રીત સિંહને , આઠ સપ્ટેમ્બરના રોજ રાણા દગ્ગુબાતીને અને નવ સપ્ટેમ્બરના રોજ રવિ તેજાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2017માં તેલંગણા એક્સાઇઝ અને પ્રોહિબિશન વિભાગે 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને બાદમાં 12 કેસ દાખલ કર્યા હતા. ડ્રગ્સ તસ્કરો વિરુદ્ધ 11 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. બાદમાં ઇડીએ આબકારી વિભાગના મામલાના આધાર ઇડીએ મની લોન્ડ્રરિંગની કાર્યવાહી શરૂ કરી હતી.
નોંધનીય છે કે રકુલ પ્રીત સિંહ સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં પણ પૂછપરછ કરવામાં આવી છે. રકુલ પ્રીત સિંહની ગયા વર્ષે મુંબઇ એનસીબીએ પૂછપરછ કરી હતી.
ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોવિડ વેકસીનેશ અને કોરોના કેસ સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 6 થી 8 શાળાઓ 2 સપ્ટેમ્બર ના રોજ થઈ શરૂ કરાશે. અંદાજે 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રત્યક્ષ સાથે ઓન લાઈન શિક્ષણ પર ચાલુ રહેશે. 50 ટકા હાજરી સાથે એસઓપી નું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને 100 ટકા વળતર આપવાની કોણે કરી માંગ?
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 17 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?