દિલ્હીઃ ચીન માટે જાસૂસી કરવાના આરોપ સાથે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક ફિલાન્સ પત્રકાર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પત્રકાર રાજીવ શર્મા પર આરોપ છે કે તે ચીન માટે જાસૂસી કરી રહ્યા હતા. પત્રકાર સિવાય પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી હતી. જેમાં એક મહિલા ચીન અને બીજો વ્યક્તિ નેપાળનો છે.






પત્રકાર રાજીવ શર્માની પીતમપુરા સ્થિત તેના ઘર પરથી ધરપકડ કરાઇ છે. પોલીસે રાજીવ પાસેથી ચીનને લઇને કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા. તે સિવાય તેની પાસેથી સંરક્ષણ સંબંધિત દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તેની ધરપકડ ઓફિશિયલ સીક્રેસી એક્ટ હેઠળ કરાઇ છે. હાલમાં કોર્ટે ત્રણેયને છ દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. નોંધનીય છે કે રાજીવ શર્મા ધ ટ્રિબ્યૂન અને યુએનઆઇમાં કામ કરી ચૂક્યા છે.




કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ