SSC GD Constable Recruitment 2021:  કર્મચારી પસંદગી આયોગ (SSC) એ તેની સત્તાવાર વેબસાઇટ પર કોન્સ્ટેબલ (સામાન્ય ડ્યૂટી) અને રાઈફલ મેન (સામાન્ય ડ્યૂટી)ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આયોગ દ્વારા આ વખતે મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસએસસી જીડી કોન્સ્ટેબલનું રજિસ્ટ્રેશન 17 જુલાઈથી શરૂ થઈ ગયું થઈ ગયું છે અને સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર 31 ઓગસ્ટ 2021 સુધી ઉપલબ્ધ રહેશે.


કયા વિભાગોમાં કરવામાં આવશે ભરતી


બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીબી, એસએસબી, એનઆઈએ, સચિવાલય સુરક્ષા બળ અને આસામ રાઈફલ્સમાં મળીને કુલ 25,271 ભરતી કરવામાં આવશે.


શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા


એએસસી જીડી કોન્સ્ટેબલ 2021 માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. એસએસસી જીડી કોન્સ્ટેબલની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોને કમ્પ્યુટર આધારિક પરીક્ષા માટે બોલાવવામાં આવશે.


ફી ભરવાની કઈ છે અંતિમ તારીખ


અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2021 છે. ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર અને ચલણથી ફી જમા કરાવવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર છે. એસએસસી ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરશે. આ પહેલા એસએસસી જીડી કોન્સ્ટેબલ પરીક્ષા 2 થી 25 ઓગસ્ટ, 2021 દરમિયાન યોજવાની હતી.


ધોરણ-10 અને 12 પાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભરતી 


ધોરણ 10 કે 12, સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઉપરાંત પોસ્ટ ઓફિસ અને બેંકમાં પણ નોકરીની અનેક તકો હાલમાં ઉપલબ્ધ છે. હાલમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ રાઈફલમેનની ભરતી ચાલી હી છે જેમાં 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાય છે. જ્યારે ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટની ભરી છે. ઉપરાંત સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ડીજીએએફએમએસમાં બાર્બર, સ્ટેનો વોશરમેનની ભરતી છે. ઉપરાંત જામનગર કસ્ટમમાં સીમેનની ભરતી છે. ઇન્કમ ટેક્સ મુંબી, ડબલ્યુઆઈએજી દેહરાદુન, ડબલ્યુસીડી કર્ણાટક અને સાહિત્ય અકાદમીમાં ભરતી ચાલી રહી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI