આ ઉપરાંત રેલી અને ધાર્મિક કાર્યક્રમ મર્યાદિત લોકો સાથે જ યોજવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. રેલી અને જુલુસ દરમિયાન એમ્બ્યુલન્સ સેવા તૈનાત રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે પૂજા પંડાલ, રામલીલા પંડાલ, મેળા કે સંગીત કાર્યક્રમમાં સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આયોજકોએ પંડાલોમાં થર્મલ સ્ક્રીનીંગ, સોશલ ડિસ્ટંસ અને માસ્કના નિયમોના પાલન માટે સ્વંયમ સેવકો રાખવાની સૂચના અપાઈ છે.
જ્યારે દરેક કાર્યક્રમ સ્થળ પર એંટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાનો આદેશ કરાયો છે. જ્યારે ધાર્મિક સ્થળોએ મૂર્તિ અને પવિત્ર પુસ્તકોને સ્પર્શવાની છૂટ અપાઈ નથી. ધાર્મિક કાર્યક્રમોમાં રેકોર્ડ કરેલું સંગીત જ વગાડી શકાશે. ઓરકેસ્ટ્રા કે મંડળીને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.
દરેક પ્રવૃત્તિ (ધાર્મિક સ્થળો, રેલીઓ, શોભાયાત્રા, સાંસ્કૃતિક શો, મેળાઓ વગેરે) ના સંચાલન વિશેની યોજના અગાઉથી સારી રીતે તૈયાર કરવી પડશે.
ઉત્સવોને ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેન્ટ ઝોનમાંથી આયોજકો / સ્ટાફ / મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ