નવી દિલ્લી:નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ (NDM) એ થર્ડ વેવને લઇને મહત્વની જાણકારી આપી છે. નિષ્ણાત મત મુજબ કોરોનાની થર્ડ વેવ ઓક્ટોબરમાં પીક પર આવી શકે છે અને આ થર્ડ વેવમાં બાળકો પણ વયસ્ક જેટલા જ પ્રભાવિત થઇ શકે  છે.


કમિટીએ આ રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપતા જાણવ્યું છે કે, થર્ડ વેવમાં મેડિકલ સુવિધા સજ્જ કરવી જરૂરી છે કારણ કે થર્ડ વેવ બાળકોને પણ હિટ કરી શકે છે. જેથી વેન્ટિલેટર, ડોક્ટર્સનો પુરતો સ્ટાફ, અમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરી લેવી અનિવાર્ય છે કારણે કે થર્ડ વેવ પીક પર આવતા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ શકે છે.


રાજ્યોએ બાળકો માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવા અનિવાર્ય


કમિટીના એક્સ્પર્ટના મત મુજબ થર્ડ વેવથી બાળકોને બચાવવા માટે હવે બાળકોના વેક્સિનેશનને પ્રાથમિકતા આપવી જરૂરી છે.  કોરોનાનું સંક્રમણનું જોખમ  પહેલાથી કોઇ બીમારીથી પીડિત લોકોને વધુ થાય છે. જેના કારણે બાળકો અને પહેલાથી કોઇ બીમારીથી પીડિત લોકોના વેક્સિનેશન પર પણ ફોક્સ કરવું જરૂરી છે. જેથી કોવિડના સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય. કમિટીના એક્સ્પર્ટે આગળના ડેટાનો અભ્યાસ કરતા એવું તારણ રજૂ કર્યું છે કે, કોરોનાની થર્ડ વેવ ઓક્ટબરના અંત સુધીમાં પીક પર આવી શકે છે.


કોવિડની થર્ડ વેવ બાળકોને એટલા માટે પણ હિટ કરી શકે છે કારણ કે હજુ સુધી બાળકો વેક્સિનેટ નથી થયા આ સ્થિતિમાં બાળકો માટો પાયે સંક્રમણ ફેલાવી શકે છે. તેવી શક્યતા પણ એક્સ્ર્પર્ટે વ્યક્ત કરી છે. જો કે એક્સ્પર્ટનું માનવું છે કે, થર્ડ વેવ સેકન્ડ વેવ જેટલી ભયંકર નહીં નિવડે.


એક્સ્પર્ટના અઘ્યયન મુજબ “બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા અને રિકવરી ક્ષમતા ઓછી હોવાથી શક્યતા છે કે તે કોરોના વાયરસ બાળકને વધુ સંક્રમિત કરી શકે છે જેથી થર્ડ વેવમાં બાળકોના સંક્રમણની શક્યતાની નકારી ન શકાય અને તેની સામે લડવા માટે મેડિકલ સુવિધાથી આ જે તૈયાર થઇ જવું અનિવાર્ય છે”


ઉલ્લેખનિય છે. કે,કોરોનાની સેકન્ડ વેવમાં 60થી 70 ટકા બાળકો સંક્રમિત થયાં હોસ્પિટલાઇઝ્ડ કરવાની ફરજ પડી હતી. જો કે આ એવા બાળકો જે પહેલાથી જ કોઇ બીમારીથી પીડિત હોવાથી તેમની  રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી.


કોવિડની થર્ડ વેવ માટે એકસ્પર્ટે સાવધાન કરતા કહ્યું છે કે, જો લોકોનું કોવિડ એપ્રોપ્રિએટ વર્તન નહીં હોય તો થર્ વેવમાં પણ કોવિડનું સંક્રમણ વધી શકે છે.