યૂથ બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે એવા રાજ્યોને છૂટ આપી છે જ્યાં ઇન્ટરનેટની સુવિધા ધીમી છે. કોર્ટે કહ્યું કે, જે રાજ્યોમાં ઈન્ટરનેટની સમસ્યા છે ત્યાં મર્યાદા 72 કલાક (24 કલાક અન્ય રાજ્યમાં) હશે.
તેની સાથે જ આ મામવે એ પણ કહેવામાં આવ્યું છે કે, સંવેદેશનશીલ કેસ, મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલ અપરાધોની એફઆઈઆર વેબસાઈટ પર મુકવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી પોલિસની વેબસાઈટ પર એફઆઈઆર અપલોડ કરવાનું ચાલું થયું હતું. હવે સમગ્ર દેશમાં આવ્યવસ્થા લાગુ થશે.