નવી દિલ્લી: FIR નોંધાયાના 24 કલાકની અંદર FIRની કૉપી પોલીસ વેબસાઈટ પર અપલોડ થશે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો માટે આ આદેશ જાહેર કર્યો છે.

યૂથ વૉર એસોસિએશન ઑફ ઈંડિયા તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તે રાજ્યોને છૂટ આપી છે જ્યાં ઈંટરનેટની સુવિધા ધીમી છે. કોર્ટે કહ્યું છે કે જે રાજ્યોમાં ઈંટરનેટમાં મુશ્કેલી પડે છે ત્યાં આ સીમા 72 કલાક (24 કલાક અન્ય રાજ્યોમાં)ની હશે.

તેની સાથે આ મામલામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મામલામાં, મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા ગુનાઓની FIR કોપી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે દિલ્લી હાઈકોર્ટના આદેશ પછી દિલ્લી પોલીસની વેબસાઈટ પર FIR અપલોડ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. હવે આખા દેશમાં આ વ્યવસ્થા લાગૂ પડશે.