મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધાનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આર્થિક રીતે મજબૂત એવા પૂર્વ સાંસદોનું પેન્શન રોકવાની માંગ કરી છે.


નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ધાનોરકરે કહ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 ભૂતપૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. તેમના પેન્શન પાછળ દર વર્ષે 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ સિવાય 300 ભૂતપૂર્વ સાંસદો છે જેમનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.


ધાનોરકરે પત્રમાં કેટલાક ભૂતપૂર્વ સાંસદોના નામ પણ લખ્યા છે, જેઓ આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન મેળવી રહ્યા છે. જેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, બોલિવૂડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો સમાવેશ થાય છે.


ધાનોરકરે આ પત્રમાં લખ્યું હતું કે ઘણા આર્થિક રીતે મજબૂત ભૂતપૂર્વ સાંસદો છે જેમને પેન્શનનો લાભ મળી રહ્યો છે. તેમણે નાણામંત્રીને આવા સાંસદોનું પેન્શન રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આવા ભૂતપૂર્વ સાંસદો જે આવકવેરાના 30 ટકાના સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ મળવો જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે મને પૂરી ખાતરી છે કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને આની સામે કોઈ વાંધો નહીં હોય.


પૂર્વ સાંસદોના પેન્શન પર કેટલો ખર્ચ થાય છે?


લોકસભા અને રાજ્યસભાના સાંસદોના પગાર અને પેન્શન માટે 1954થી કાયદો છે. સમયાંતરે તેમાં સુધારા-વધારા કરવામાં આવે છે. લોકસભાનો એક કાર્યકાળ એટલે કે 5 વર્ષ પૂરો કરવા પર વ્યક્તિ 25 હજાર રૂપિયા પેન્શનનો હકદાર બને છે. તેવી જ રીતે જો રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે 6 વર્ષ પૂર્ણ થાય તો દર મહિને 27 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.


સરકાર દર વર્ષે સાંસદોના પેન્શન પર કેટલો ખર્ચ કરે છે? આનો જવાબ RTIમાં મળ્યો હતો. સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) લોકસભા અને રાજ્યસભાના સાંસદોનું પેન્શન કાર્ય સંભાળે છે. સીપીએઓએ જણાવ્યું હતું કે 2021-22માં લોકસભા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદોના પેન્શન પર 78 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2020-21માં 99 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


Ram Mandir: રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર આવી સામે, ભવ્યતા જોઈને ગદગદ થઈ જશે ભક્તો


Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ તસવીરો શેર કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.


રામ ભક્તો દ્વારા આ તસવીરને ઘણી શેર કરવામાં આવી રહી છે. તસવીર શેર કરતા ચંપત રાયે લખ્યું, "જય શ્રી રામ. 'ગૃહગૃહ'ની તસવીર, જ્યાં ભગવાન શ્રી રામલલા નિવાસ કરશે." આ પહેલા ગુરુવારે પણ રામ મંદિરની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ઘણા મોટા નેતાઓએ પણ આ તસવીર શેર કરી છે