મુંબઈ: બિહારના મુજફ્ફરપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, તેને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા છે. મુજફ્ફરપુર શહેરમાં બોલિવૂડ એક્ટર ઈમરાન હાશમી અને એક્ટ્રેસ સની લિયોનીનો પુત્ર ભણે છે, જેનું એડ્રેસ રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ છે. સાંભળવામાં અટપટુ લાગી રહ્યું છે પરંતુ એક વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યું છે.

જે વિદ્યાર્થીનું એક્ઝામ ફોર્મ વાયરલ થઈ રહ્યું છે તેમાં તેના પિતાનું નામ ઈમરાન હાશમી છે અને માતાનું નામ સોની લિયોની છે.

વાસ્તવમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અંતર્ગત આવતી મીનાપુર સ્થિત ધનરાજ ડિગ્રી કોલેજના વિદ્યાર્થી કુંદન કુમારે પોતાના ફોર્મમાં માતાનું નામ સની લિયોની અને પિતાનું નામ ઈમરાન હાશમી લખ્યું છે સાથે સરનામું રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ લખ્યું છે. અને તેને વાયરલ કરી દીધું છે.



આ ખબર વાયરલ થતા થતા ઈમરાન હાશમી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે મામલે ખુદ ઈમરાન હાશમીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે. કસમથી આ મારો પુત્ર નથી, ના તો હું તેનો પિતા છું.


યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક ડૉ. મનોજ કુમારનું કહેવું છે કે, વિદ્યાર્થીની આ હરકતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ફોર્મને રદ કરી દેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ તરફથી ઘણીવાર આવું કરવામાં આવ્યું છે.