Stunt Viral Video: સોશિયલ મીડિયા પર આપણે જોઈ રહ્યા છીએ કે યુવાનો બાઇક પર સ્ટંટ કરતા હોય તેવા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન મુંબઈના બાઇક સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છેજેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક વ્યક્તિ રાત્રિના સમયે રોડ પર બાઇક પર સ્ટંટ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેની સાથે બાઇક પર બે છોકરીઓ પણ બેઠેલી જોવા મળે છે.


આ વીડિયો સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસે તેની નોંધ લીધી અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસે બાઇક સવાર વિરુદ્ધ કેસ નોંધ્યો. આ સાથે આવી બેદરકારીથી સ્ટંટ કરતા યુવકને પકડવા માટે એક ટીમ પણ બનાવવામાં આવી હતી. હાલમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસે આ કેસમાં બાઇક સવારની ધરપકડ કરી છે.






યુવકે બાઇક પર બે છોકરીઓ સાથે કર્યા સ્ટંટ


પોલીસે માહિતી આપી છે કે બાઇક પર સ્ટંટ કરનાર વ્યક્તિની ઓળખ એન્ટોપ હિલના રહેવાસી ફયાઝ કાદરી તરીકે થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે બાઇક પર સ્ટંટ કરતો જોવા મળ્યો હતોઆ દરમિયાન તેની સાથે બે છોકરીઓ પણ સવાર હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાઇક પર સવાર ત્રણ લોકો સાથેત્રણમાંથી કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું. તેઓએ ટ્રાફિકના નિયમોનું સરાજાહેર ઉલ્લંઘન કર્યું હતું.


આ પણ વાંચોઃ


Viral Video: હવે સામે આવ્યો Thirsty Crowનો વીડિયો, બોટલમાં પથ્થર નાખીને તરસ છીપાવી રહ્યો હતો કાગડો


આરોપીની કરાઇ ધરપકડ


તમને જણાવી દઈએ કે એક વ્યક્તિનો બાઇક પર બે યુવતીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સામાજિક સેવાઓ માટે કામ કરતી સંસ્થા 'પોથોલ વોરિયર્સ'એ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે આ અંગે સંજ્ઞાન લઈને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે યુવકોને આવા ખતરનાક સ્ટંટ કરવા પ્રેરિત કરનારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસારઆરોપીઓ વિરુદ્ધ IPC અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.