Abbas Ansari News:સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીની સભ્યપદ સમાપ્ત થઈ ગયુ છે. તેઓ ઉત્તર પ્રદેશના મઉ સદરથી ધારાસભ્ય હતા. વર્ષ 2022 માં યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો મામલો કોર્ટમાં ગયો હતો. જેના પર કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી.

Continues below advertisement


એવું માનવામાં આવે છે કે, હવે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જોકે, જો અબ્બાસ હાઈકોર્ટનો સંપર્ક કરે છે અને સજા પર રોક લગાવવામાં આવે છે, તો વિધાનસભાનું સભ્યપદ પણ પાછું પણ મળી શકે છે.


માહિતી અનુસાર, વિધાનસભા સચિવાલય ટૂંક સમયમાં આદેશ જાહેર કરશે. અબ્બાસ અંસારી 18મી વિધાનસભામાં છઠ્ઠા ધારાસભ્ય છે, જેમનું સભ્યપદ ગુમાવી દેવામાં આવ્યું છે.અગાઉ, આઝમ ખાન, અબ્દુલ્લા આઝમ, ઇરફાન સોલંકી, વિક્રમ સૈની અને રામદુલાર ગોંડ પોતાનું સભ્યપદ ગુમાવી ચૂક્યા છે.


ધારાસભ્યોને દોષિત ઠેરવવા માટે શું કાયદો છે?


ચાલો તમને જણાવીએ કે, દોષિત ઠેરવવામાં આવતા ધારાસભ્યો અથવા સાંસદોની સભ્યપદ વિશે કાયદો શું કહે છે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8 માં કડક રીતે જણાવાયું છે કે, દોષિત નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડવાથી રોકી શકાય છે. જો તેમને કોર્ટ દ્વારા નુકસાની અથવા કેદની સજા ફટકારવામાં આવે તો જ તેઓ તેમનું સભ્યપદ ગુમાવશે. તેમનું સભ્યપદ દોષિત ઠેરવવામાં આવ્યાની તારીખથી અયોગ્ય ગણવામાં આવશે. દોષિત ધારાસભ્ય/સાંસદ સજા પૂરી થયાની તારીખથી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવશે.                                            


વર્ષ 2022માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા


અબ્બાસ અન્સારી સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધન હેઠળ મઉ સદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને વર્ષ 2022 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. સુભાસ્પા હાલમાં શાસક ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની ગઠબંધન સરકારના સાથી છે અને પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર રાજ્યમાં કેબિનેટ મંત્રી છે. તે પહેલાં, અબ્બાસ અન્સારીના પિતા, મજબૂત રાજકારણી મુખ્તાર અન્સારી, લાંબા સમય સુધી મઉ સદર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.