નવી દિલ્લીઃ ભાજપના  સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતું કે, રામ મંદિર બનાવવાને લઇને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે સાથે હિન્દુત્વને પણ આગળ વધારવા માટે કહીશું. સ્વામીએ કહ્યુ કે જો રામમંદિર બની જશે તો બીજેપી ચૂંટણીમાં જીતી જશે.


સ્વામીએ મુલાયમસિંહ પરિવાર પર હુમલો કરી મહાભારતનું ઉદાહરણ આપી કહ્યું  કે, ભગવાન કૃષ્ણ મહાભારતની લડાઇ પૂર્ણ થયા બાદ જ્યારે દ્ધારકા પાછા ફર્યા તો તેમણે યાદવોની પરસ્પર લડાઇ જોતા કહ્યુ હતું  કે, યાદવોને સમાપ્ત કરી દેવા જોઇએ. મુલાયમ સિંહે  હવે ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહની ભૂમિકામાંથી બહાર આવવું જોઇએ અને યાદવ પરિવારોને નષ્ટ થતાં બચાવવું જોઇએ.