નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસનો કેસ સામે આવી રહ્યો છે. દુનિયાના કેટલાય દેશોમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટે તબાહી મચાવવાનુ કરી દીધુ છે. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હવે કોરોનાના સંક્રમણ એકાએક વધવા લાગ્યુ છે. સરકારે છૂટછાટ આપ્યા બાદ અચાનક દિલ્હીમાં કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા 24 કલાકમાં અહીં Covid-19ના 126 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સંક્રમણ દરમાં ચાર એપ્રિલથી સતત વધારો જોવા મળી રહ્યો છે.
છૂટછૂટ આપતાની સાથે જ કોરોનાએ માથુ ઉંચક્યુ -
ઉલ્લેખનીય છે કે, કોરોનાના ઘટતા કેસોના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સરકારે છેલ્લા કેટલાય સમયથી લાગેલી કોરોના પાબંદીઓને હટાવી દીધી હતી. આ બધાની વચ્ચે સંક્રમણ દર 1.12 ટકા રેકોર્ડ થયો છે. દિલ્હીમાં મંગળવારે 112 નવા કેસો સામે આવ્યા, જ્યારે આ દરમિયાન 92 દર્દીઓ ઠીક પણ થયા.
દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 488 છે, વળી સંક્રમણ દર એક ટકાથી ઉપર એટલે કે 1.05 ટકા પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો......
CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે