Himachal CM : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સુખવિંદર સિંહ સુખુ  હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉંગ્રેસને બહુમત મળ્યું ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે હિમાચલમાં કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.