Summer Special Train: ઉનાળાની રજાઓ દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને Indian Railways એ મોટો નિર્ણય લીધો છે. 15 એપ્રિલથી 15 જુલાઈ 2026 દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલનો અંત આવી રહ્યો છે અને મે મહિનાથી બાળકોની શાળાની રજાઓ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો પ્રવાસે જવા અથવા પોતાના ગામે જવા નીકળે છે, જેના કારણે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હવે આ નિર્ણયથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ભીડ પણ ઘટશે.

રેલવે મુજબ, આ સ્પેશિયલ ટ્રેનો ખાસ કરીને પીક સીઝનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. હાલ સુધી 11,878 ટ્રિપ્સની જાહેરાત થઈ ચૂકી છે અને બાકીની ટ્રેનોની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. Ministry of Railways અનુસાર, આ વખતે સંપૂર્ણ આયોજન સાથે તૈયારી કરવામાં આવી છે, જેમાં કોચની સંખ્યા વધારવી અને ટાઈમ ટેબલ સુધારવો સામેલ છે.

કયા શહેરોને લાભ મળશે?

આ સ્પેશિયલ ટ્રેનો દેશના મોટા અને નાના શહેરો વચ્ચે મુસાફરી સરળ બનાવશે, જેમ કે:

નવી દિલ્લીમુંબઇસુરતઅમદાવાદ બેંગલુરૂ

સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરાશેમુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા સ્ટેશનો પર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે. Western Railway એ ઉધના રેલવે સ્ટેશન પર રિયલ-ટાઈમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે, જેથી પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરી શકાશે.

તદપરાંત અન્ય કઇ મળશે સુવિધાRailway Protection Force ના જવાનો મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢવામાં મદદ કરે છેપ્લેટફોર્મ પર ભીડ નિયંત્રિત કરવામાં આવે છેબોર્ડિંગ અને બેઠકોની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છેમુસાફરોને વધુ સારી માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છેઆ નિર્ણયથી ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનવાની આશા છે.