નવી દિલ્હી: દુનિયાની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસનું સોમવારનાં રોજ એક વાર ફરીથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ઓરિસ્સાથી કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જે અન્ય દેશોની આધુનિક મિસાઇલને ટક્કર આપે છે. ભારતીય મિસાઇલ બ્રહ્મોસની રેન્જમાં પાકિસ્તાનનો સમાવેશ પણ થાય છે.
આ પરીક્ષણ આ મિસાઇલની એક્સપાયરી તારીખને 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાનાં વિચારનો એક ભાગ છે. બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલ અત્યાર સુધીની સૌથી આધુનિક પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલી છે અને આ મિસાઇલે ભારતને મિસાઇલ ટેક્નિકમાં અગ્રણી દેશ બનાવી દીધો છે.
બ્રહ્મોસ સુપરસોનિક 3700 કિ.મીનાં પ્રતિ કલાકની સ્પીડથી 290 કિ.મી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે. આનું નિશાન પણ અચૂક સફળ હોય છે. આ મિસાઇલ ઓછી ઉંચાઇ પર ઉડાણ ભરવાને કારણ રડારની પકડમાં પણ ના આવી શકે.