નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે કૉવિડ-19 રસીકરણ નીતિ પર પોતાનો મત સ્પષ્ટ કરનારા પ્રાંસગિક દસ્તાવેજ, ફાઇલ નૉટિંગ રેકોર્ડ પર રાખો. ન્યાયાલએ કેન્દ્રને કહ્યું કે, કૉવિડ-19ની તમામ રસીની ખરીદીનો હિસાબ આપતા તે પુરેપુરા આંકડા રજૂ કરે.


સુપ્રીમ કોર્ટે રાજ્યોને બતાવતા કહ્યું કે, શું તે મફત રસી આપી રહ્યાં છે? મ્યૂકૉરમાયકૉસીસના ઇલાજની પણ જાણકારી આપવાનુ કહ્યું છે. કેસ પર સુનાવણી 30 જૂનથી થશે. આ પહેલા 31 મેએ કૉવિડ રસીકરણ નીતિ પર સુપ્રીમ કોર્ટને કડક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે કેન્દ્ર એ ના સમજે કે તેમને જ ખબર છે કે યોગ્ય શું છે?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વા ચંદ્રચૂડ, એલ નાગેશ્વર રાવ અને એસ રવિન્દ્ર ભાટની બેન્ચે કહ્યુ હતુ - 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્યને વધુ ખતરો માનતા કેન્દ્રએ વેક્સિન આપી. શું 18 થી 44 ની ઉંમરમાં એવા લોકો નથી, જેમને કોરોનાથી વધુ ખતરો છે?


કોર્ટે આગળ કહ્યું- રાજ્યોને એકબીજા સાથે જ વેક્સિન માટે લડાઇ કરવા માટે છોડી દેવાયા છે. કેન્દ્રએ એ વાત પર પણ વિચાર નથી કર્યો કે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્ય અને ઉત્તર-પૂર્વના કોઇ રાજ્યની આર્થિક સ્થિતિમાં કેટલુ અંતર છે? દેશના કેટલાક રાજ્યોનુ બજેટ તો બૃહન્નમુંબઇ મહાનગર પાલિકા (બીએસી)થી પણ ઓછુ છે.