નવી દિલ્લીઃ આજે બુધવારે સુપ્રીમ કોર્ટે મહિલાઓને સપ્ટેમ્બરમાં યોજાનારી નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) માં પ્રવેશ પરીક્ષા આપવાની મંજૂરી આપવાનો વચગાળાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને રીષિકેશ રોયની બનેલી ડિવિઝન બેંચે કુશ કાલરા દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીમાં વચગાળાનો આદેશ પસાર કર્યો હતો.


નોંધનીય છે કે, આગામી પાંચ સપ્ટેમ્બરે એનડીએની પ્રવેશ પરીક્ષા યોજાવાની છે. એનડીએમાં પ્રવેશને લઈને હવે પછી નિર્ણય લેવાશે, પરંતુ સુપ્રીમ કોર્ટે આજે પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે. 


દેશને મળી શકે છે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 9 નામોની ભલામણ કરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં જજોની 9 ખાલી જગ્યાઓ પર નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ છે. મંગળવારે મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાની અધ્યક્ષતામાં કોલેજિયમની બેઠક બાદ 9 જજોની નિમણૂકની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી છે. તેમની વચ્ચે 3 મહિલા જજ છે. વળી, વરિષ્ઠ વકીલને સુપ્રીમ કોર્ટમાં સીધી નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.


 


જે લોકોના નામ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે તે છે:-



  • તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી

  • કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ બીવી નાગરત્ના

  • ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી

  • વરિષ્ઠ વકીલ પી.એસ. નરસિંહને સુપ્રીમ કોર્ટના સીધા જજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

  • કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એએસ ઓકા

  • ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ

  • સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે કે મહેશ્વરી

  • કેરળ હાઇકોર્ટના જજ જસ્ટિસ સીટી રવિન્દ્રકુમાર

  • મદ્રાસ હાઈકોર્ટના જજ એમ.એમ.સુંદરેશ


જો કેન્દ્ર આ તમામ ભલામણો સ્વીકારે તો ભવિષ્યમાં ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિઓ બીવી નાગરથના અને પીએસ નરસિંહ ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં કોઈ મહિલા ચીફ જસ્ટિસ નથી. ભારત જસ્ટિસ નાગરત્ના રૂપમાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મેળવી શકે છે.


છેલ્લે સપ્ટેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી જજ અહીં નિવૃત્ત થઈ રહ્યા હતા, પરંતુ નિમણૂક થઈ રહી ન હતી. ગયા અઠવાડિયે જસ્ટિસ આરએફ નરીમન નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની 9 જગ્યાઓ ખાલી હતી. નિવૃત્તિ બાદ જસ્ટિસ એલએન રાવ કોલેજિયમમાં જોડાયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલેજિયમ સભ્યો વચ્ચે વૈચારિક મતભેદોને કારણે નામો પર સહમતિ ન હતી, જેના કારણે નિમણૂકો અટકી પડી હતી.





 





 


 


જસ્ટિસ નવીન સિન્હા પણ બુધવારે નિવૃત્ત થઈ રહ્યા છે. આ પછી, સુપ્રીમ કોર્ટમાં ખાલી પડેલા ન્યાયાધીશોની સંખ્યા 10 હશે. હાલમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિયત સંખ્યા 34 છે, જેમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. હવે જસ્ટિસ નવીન સિન્હા નિવૃત્ત થયા બાદ ન્યાયાધીશોની સંખ્યા 24 થઈ જશે.