નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતવલાડને વચગાળાના જામીન આપ્યા છે.  તિસ્તાની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ યુ યુ લલિતની  બેંચ દ્વારા કરવામાં આવી હતી.  2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં કેસ દાખલ કરવા માટે દસ્તાવેજોના કથિત બનાવટના મામલે ગુજરાત પોલીસ એફઆઈઆરમાં જામીન મેળવવા માટે તિસ્તા સેતલવાડ દ્વારા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.