ઉપરાંત કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશમાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુ પોલીસે પણ સવારે સાત વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કલમ 144 કલમ લગાવી છે. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં પોલીસ એલર્ટ થઇ ગઇ છે. એડીજી લો એન્ડ ઓર્ડરએ કહ્યું કે, તમામ 13 જિલ્લા પર નજર રાખવામાં આવી રહી છે. દેહરાદૂન, હરિદ્ધાર, ઉધમસિંહ નગર અને નૈનીતાલમાં નજર રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે અયોધ્યા મામલાના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરત પર કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.