આ બંધારણીય બેન્ચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આર્ટિકલ 370 પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલા સાથે જોડાયેલી 10થી વધુ અરજીઓ પર એકસાથે સુનાવણી કરી હતી. આમાં કલમ 370ને બેઅસર કરવા વાળા બંધારણના સંશોધનનો ખોટુ ગણાવવામાં આવ્યુ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી હટાવાયેલી કલમ 370 અને તેને લઇને લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નૉટિસ મોકલી છે.
ખાસ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર કોઇ ફરક નહીં પડે, પાંચ જજોની બંધારણીય બેન્ચ બધી અરજીઓ પર ઓક્ટોબરના પહેલા અઠવાડિયે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી ક્યાં સુધી ચાલશે, તેના પર પાંચ જજોની બંધારણીય બેન્ચ જ નિર્ણય લેશે. એટલે એ કહેવાય કે કલમ 370 પર સુપ્રીમ કોર્ટમાંથી કોઇ મોટો નિર્ણય આવવાનો છે.
નોંધનીય છે કે, 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવા માટે સંશોધન સંકલ્પ બીલ રજૂ કર્યુ હતુ. બાદમાં સંસદના બન્ને ગૃહોમાં તેને બહુમતી પાસ પણ કરાવી દેવામાં આવ્યુ હતુ.