Maharashtra Election: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો ઇનકાર કર્યો છે. 


 






મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં સુપ્રીમ કોર્ટે અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની મનાઈ કરતી અરજી ફગાવી દીધી છે. એનસીપી (શરદ પવાર)એ ગત 2 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિન્હ ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે અજિત પવાર પાસે શપથ માગ્યા અને  તેમાં ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરવાની વાત કરી.


અજિત પવારે એફિડેવિટ આપવી પડશે


સુપ્રીમ કોર્ટે અજિત પવાર પાસેથી શપથની માગણી કરી છે અને તેમા ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરવાની વાત લખવા કહ્યું. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, અમે તેમને (અજિત પવાર)ને જવાબ આપવાનો મોકો આપીશું. સાથે એફિડેવિટ પણ આપો કે ભવિષ્યમાં અમારા આદેશનું ઉલ્લંઘન નહીં થાય. સાથે જ લખો કે તેમણે ભૂતકાળમાં પણ આવું કર્યું નથી. ન્યાયાધીશે કહ્યું, અજિત પવારે એફિડેવિટ આપવું જોઈએ કે તેઓ 19 માર્ચ અને 4 એપ્રિલે આપવામાં આવેલા અમારા આદેશોનું પાલન કરી રહ્યા છે. આ મામલામાં અલગથી સુનાવણી 6 નવેમ્બરે થશે.


ચૂંટણી પંચે અજિત પવારની એનસીપીને અસલી જાહેર કરી હતી અને તેને પક્ષના ચિન્હ (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટમાં દલીલો દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, માર્ચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે અમને પણ ટ્રમ્પેટનું ચિહ્ન ફાળવવામાં આવે. અજિત પવારે કહ્યું હતું કે, ઘડિયાળના પ્રતીકની સાથે આ લખો કે મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓએ શરદ પવારના ઘડિયાળના પ્રતીકને યોગ્ય રીતે અનુસર્યું નથી. લોકો હજુ ઘડિયાળના ચિન્હને શરદ પવારનું ચિન્હ સમજી રહ્યા છે.


આ પણ વાંચો...


જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો