FIFA Ban Hearing in Supreme Court: સુપ્રીમ કોર્ટે, આજે ફિફા પ્રતિબંધના કેસની સુનાવણી કરતી વખતે, એઆઈએફએફની સંચાલક સમિતિને બરતરફ કરી દીધી છે, તેમજ ભારતમાં અંડર -17 વર્લ્ડ કપ યોજવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે FIFA દ્વારા AIFFનું સસ્પેન્શન પાછું ખેંચવા, ભારતમાં અંડર-17 ફિફા વર્લ્ડ કપ યોજવા અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતીય ટીમોને ભાગ લેવાની મંજૂરી આપવાનો આદેશ પસાર કરી રહી છે.


સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશનનું કામ સંભાળવાની જવાબદારી એસોસિયેશનના જનરલ સેક્રેટરીને આપી છે, સાથે જ તેના દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટર કમિટિનું કામ પણ પૂરું કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે આપી છે.






સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને એક સપ્તાહ લંબાવી છે. FIFA એ , કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સની નિમણૂકને બહારની દખલગીરી ગણાવીને AIFF ની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. તેનાથી ભારતમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ફિફા સાથે વાત કર્યા બાદ સરકારે કોર્ટને એડમિનિસ્ટ્રેટરની કમિટી હટાવવા અને વહેલી તકે ચૂંટણી કરાવવાની વિનંતી કરી હતી. આનાથી AIFFનું સસ્પેન્શન રદ થશે.


આખો મામલો શું છે


AIFFને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાના ફિફા કાઉન્સિલના નિર્ણય અંગે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેણે ઓક્ટોબરમાં યોજાનાર અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાનીનો ભારતનો અધિકાર છીનવી લીધો છે. FIFA ના નિયમો અનુસાર, સભ્ય સંગઠનો તેમના સંબંધિત દેશોમાં કાનૂની અને રાજકીય દખલથી મુક્ત હોવા જોઈએ.


ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. FIFA એ તૃતીય પક્ષના હસ્તક્ષેપને કારણે આ નિર્ણય લીધો, જેના કારણે ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તેના 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત FIFA તરફથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો.