ગુરૂસ્વામી નટરાજ નામના અરજીકર્તાએ અરજીમાં કેંદ્ર સરકારના એ નોટિફિકેશનને પડકારવામાં આવી હતી જેમાં દારુની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અરજીકર્તાના વકીલ સાઈં દીપકનું કહેવું છે કે દારૂની દુકાનો પર જે રીતે ભીડ એકઠી થાય છે તે ખતરનાક છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું. દુકાનોની સંખ્યાના મુકાબલે દારૂના ખરીદદારો વધુ છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું મુશ્કેલ છે.
અરજીકર્તાના વકીલે આગળ કહ્યું, સરકારની સૂચના જ ખોટી છે. દારૂની દુકાનોને આ રીતે ન ખોલવા દેવાય. તેના પર ત્રણ જજની બેચના સદસ્ય જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું, દારૂની હોમ ડિલીવરી જેવા ઉપાયો પર પહેલેથી જ ચર્ચા થઈ રહી છે. અમે અનુચ્છેદ 32 મુજબ દાખલ એક જનહિતની અરજી પર શું આદેશ આપી શકીએ છીએ ?
વકીલે સીધા વેચાણને બદલે કોઈ અન્ય ઉપાય પર જોર આપતા કહ્યું, અમે માત્ર એટલુ ઈચ્છીએ છીએ કે દારુની દુકાનો ખોલવાથી જે પરિસ્થિતિ બની છે, તેનાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવનને ખતરો છે. એટલે, કોર્ટ ગૃહ મંત્રાલય અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહે કે તેઓ દારૂના વેચાણને લઈને સ્પષ્ટીકરણ જાહેર કરે, રાજ્ય એ સ્પષ્ટીકરણ મુજબ ચાલે. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી દારૂની દુકાનો ન ખોલવામાં આવે.