નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાની પ્રક્રિયા પર હાલ કોઇપણ વચગાળાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટે ઇનકારી કરી દીધો છે. કોર્ટે આ મામલો બંધારણીય પીઠના હવાવે કરવાનો આદેશ આપી હવે પીછીની સુનાવણીમાં ફેસલો કરવાનુ કહ્યું છે. CAA પર આવેલી 144 અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.

CAA મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આસામ, પૂર્વોત્તર, ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી અરજીઓ માટે અલગ કેટેગરી બનાવી છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે, હાલ આ મામલે સ્ટે લાવવા યોગ્ય નથી. ચાર અઠવાડિયા બાદ સાંભળીને નિર્ણય કરવામાં આવશે.


નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ રહી હતી, મોટા ભાગની અરજીઓ CAAના વિરોધને લઇને આવેલી છે. 17 ડિસેમ્બરે થયેલી ગત સુનાવણીમાં કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.


આ બધી અરજીઓમાં સંસદમાંથી પાસ થયેલા કાયદાને બંધારણની વિરુદ્ધ બતાવવામાં આવ્યો છે. આમાં કહેવાયુ છે કે, કલમ 14 અંતર્ગત દરેક વ્યક્તિને કાયદાની રીતે સમાનતાનો મૌલિક અધિકાર મળ્યો છે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ આનુ હનન કરી રહ્યો છે.