Supreme Court On ED CBI: કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષો વતી કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને આ અરજી ફગાવી દીધી હતી. અરજીમાં સેન્ટ્રલ પ્રોબ એજન્સીને લઈને ભવિષ્ય માટે માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરવામાં આવી હતી. આ અગાઉ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, વિરોધ પક્ષો તરફથી હાજર રહીને દલીલ કરી હતી કે, 2013-14 થી 2021-22 સુધીમાં CBI અને EDના કેસમાં 600 ટકાનો વધારો થયો છે.


ફક્ત આ વર્ગના લોકો માટે જ ટ્રિપલ ટેસ્ટને આધીન કોર્ટ હોઈ શકે છે

દેશના બંને વરિષ્ઠ વકીલોએ કહ્યું હતું કે, ED દ્વારા 121 રાજકીય નેતાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 95 ટકા વિરોધ પક્ષોના છે. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી 124 તપાસમાંથી 95 ટકાથી વધુ તપાસ વિપક્ષી પાર્ટીઓની છે. પણ લોકશાહી એટલે શું? જ્યારે માત્ર નેતાઓ જ આ બાબતો માટે લડી રહ્યા છે. ફક્ત આ વર્ગના લોકો માટે જ ટ્રિપલ ટેસ્ટને આધીન કોર્ટ હોઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

આ દલીલ પર સુપ્રીમ કોર્ટે સિંઘવીને પૂછ્યું હતું કે, શું આપણે આ આંકડાઓને કારણે કહી શકીએ કે કોઈ તપાસ કે કોઈ ટ્રાયલ ના થવી જોઈએ ? કોર્ટ કહે છે કે, આખરે રાજકીય નેતા મૂળભૂત રીતે નાગરિક હોય છે અને નાગરિક તરીકે આપણે બધા સમાન કાયદાને આધીન છીએ. દેશના મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ ડી વાય ચન્દ્રચૂડે કહ્યું હતું કે, તમે કહો છો કે ED ગુનાની ગંભીરતા કે શંકાને ધ્યાનમાં લીધા વિના ધરપકડ કરી શકે નહીં. આપણે આમ જઈ રીતે કહી શકીએ? ગુનાની ગંભીરતાને કેવી રીતે અવગણી શકાય?

"સામાન્ય માર્ગદર્શિકા આપવી તે જોખમી હશે"

સિંઘવીએ જણાવ્યું હતું કે, પક્ષકારો નથી ઇચ્છતા કે અરજી ભારતમાં કોઈપણ પેન્ડિંગ કેસને અસર કરે અને તેઓ અહીં ચાલી રહેલી તપાસમાં દખલ કરવા માટે નથી. મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, ચોક્કસ કેસના તથ્યોને જાણ્યા વિના સામાન્ય માર્ગદર્શિકા મૂકવી શક્ય નથી. જ્યારે તમારી પાસે વ્યક્તિગત ફોજદારી કેસ હોય ત્યારે અમારી પાસે આવો. કેસની હકીકતોને ધ્યાનમાં લીધા વિના સામાન્ય માર્ગદર્શિકા આપવી તે જોખમી હશે.