નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા કોઇ નિર્દેશ આપતા અગાઉ તે થોડી રાહ જોવા માંગશે. આ અગાઉ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતું કે, તે ધીરે ધીરે પ્રતિબંધો હટાવી રહી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની પીઠને કેન્દ્રને જણાવ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે અને આ પ્રતિબંધો ધીરે ધીરે હટાવી રહી છે.
ખંડપીઠે કહ્યું કે, અમે કેટલોક સમય આપવા માંગીએ છીએ. અમે આજે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે, ધીરે ધીરે લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ કનેક્શન પરના પ્રતિબંધો હટાવવમાં આવી રહ્યા છે. એટલા માટે અમે અન્ય સંબંધિત મામલા સાથે આ અરજી પર સુનાવણી કરીશું. અમે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફોન કર્યો હતો. કાશ્મીર ટાઇમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીન તરફથી વરિષ્ઠ વકીલ વૃન્દા ગ્રોવરની પીઠને કહ્યું કે, રાજ્યમાં પત્રકારો માટે સંચાર માધ્યમ જલદીથી શરૂ થાય તો તે પોતાનું કામ સારી રીતે કરી શકે.