નવી દિલ્લી: ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન આર્મી હેંડલર્સની વચ્ચે તિરાડ પડી ગઈ છે. અહેવાલોનું માનીએ તો પાક સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક પછી આતંકીઓના ત્યાંથી તેમના મૃતદેહો હટાવવાની અનુમતિ આપી નહોતી.

સર્જિકલ સ્ટ્રાઈકમાં પાક સેનાના મૃતકો અને ઘાયલ સૈનિકોને ત્યાંથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે લશ્કરના આતંકવાદીઓએ આવુ કરવાની અનુમતિ માત્ર અંધારામાં કરવા માટે આપવામાં આવી હતી. આ વ્યવહારથી આતંકીઓમાં ઘણી નારાજગી છે.

ઉચ્ચસ્તરીય સૂત્રોનુ માનીએ તો સર્જિકલ સ્ટ્રાઈકથી સુનિશ્ચિત થઈ ગયું છે કે હવે કોઈ પણ હુમલા પછી જવાબી કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાન જાણે છે કે હવે પહેલાની જેમ નહીં થાય કે ભારત કોઈ હુમલા પછી વાતચીત બંધ કરી દે અને થોડા સમય પછી ફરી વાર્તા શરૂ કરી દે.

સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની સેના બેકફૂટ પર આવી ગઈ છે. ભારતની ગુપ્તચર એન્જસીઓના મતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સેના પ્રમુખની સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઘરેલૂ અને અંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઈજ્જત બચાવવા માટે કોશિશ કરી રહ્યું છે.