Randeep Singh Surjewala statement: લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર બાદ અહીં ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. દરમિયાન, કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "નાયબ મુખ્ય પ્રધાન (કેશવ પ્રસાદ મૌર્ય)ને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને યોગીજીને ઠોકો... એવો સંકેત આપ્યો હતો. હવે મને ખબર નથી કે દિલ્હીમાં કોણ સંકેત આપી રહ્યું છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહ કે જેપી નડ્ડા એ તો તે લોકો જ જાણે. યોગીજી તમના નાયબ મુખ્યપ્રધાન અને પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે હવે એવું લાગે છે કે ભાજપમાં પરસ્પર બુલડોઝર યુદ્ધ ચાલી રહ્યું છે.


14 જુલાઈ 2024ના રોજ લખનૌમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ યુપીમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે. આ વધતી રાજકીય ઉથલપાથલ વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક શુક્રવારે (26 જુલાઈ 2024) સાંજે દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે.






થોડા દિવસ પહેલા યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું કે એવું કહેવાય છે કે જો કોઈ નેતા 100 ધારાસભ્યોનું સમર્થન એકત્ર કરે છે તો સપા તેને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપી શકે છે.



અખિલેશ યાદવે પણ તાજેતરમાં કહ્યું હતું કે, “ભાજપની ખુરશી માટેની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન અને વહીવટ ઠપ્પ થઈ ગયો છે. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ પહેલા અન્ય પક્ષોમાં કરતી હતી, હવે તે જ કામ પોતાની પાર્ટીમાં કરી રહી છે, જેના કારણે ભાજપ આંતરિક વિખવાદની દલદલમાં ધકેલાઈ રહ્યું છે.


કેશવ પ્રસાદ મૌર્યએ પણ અખિલેશ યાદવના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો.


કેશવ પ્રસાદ મૌર્યએ શું કહ્યું?


કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો અને તેમને એસપી બહાદુર કહ્યા. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર બંનેમાં મજબૂત સરકાર છે. 2017ની જેમ 2027માં પણ અમે રાજ્યમાં સરકાર બનાવીશું.