Telangana Assembly Election 2023: આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપની ટોચની નેતાગીરીએ તૈયારીઓ આદરી લીધી છે. ભાજપનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી રાજ્યો પર છે. દરમિયાન સી વોટરે દેશના મૂડ માટે એક સર્વે કર્યો છે, જે ભાજપ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. અત્યાર સુધી ભાજપ દક્ષિણના જે રાજ્યથી અછુતો રહ્યો છે ત્યાં આ વખતે ભાજપને બમ્પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ રાજ્ય છે કેસીઆરનું તેલંગાણા.


તેલંગાણામાં ભાજપને બમ્પર ફાયદો


તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બમ્પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સી વોટરના સર્વે અનુસાર તેલંગાણામાં ભાજપને 30 ટકા વોટ શેર મળી રહ્યા છે. અગાઉ એટલે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને તેલંગાણામાં માત્ર 7.1 ટકા વોટ મળ્યા હતા. તેનો સ્પષ્ટ અર્થ છે કે, કેસીઆરના રાજ્યમાં ભાજપનો વોટ શેર લગભગ 23 ટકા વધ્યો છે.


2018માં ભાજપને માત્ર 1 સીટ મળી હતી


ઉલ્લેખનીય છે કે, કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ 2018ની ચૂંટણીમાં 88 બેઠકો જીતી હતી. ટીઆરએસને 46.9 ટકા વોટ મળ્યા હતાં. જ્યારે રાજ્યમાં કોંગ્રેસ પાસે 99 બેઠકો હતી. 119 સભ્યોની વિધાનસભામાં ભાજપને માત્ર 1 સીટ મળી હતી પરંતુ આ વખતે ભાજપનો વોટ શેર ઘણો વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અને ટીઆરએસ માટે ચોક્કસ રીતે મુશ્કેલી ઊભી થઈ શકે છે.


તેલંગાણામાં ભાજપનો મેગાપ્લાન


ઉલ્લેખનીય છે કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મેગાપ્લાન તૈયાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી આગામી મહિને તેલંગાણામાં એક મેગા અભિયાન શરૂ કરશે જેમાં 11,000થી વધુ રેલીઓ યોજવાનું આયોજન છે. એક વાતચીતમાં BJUના જનરલ સેક્રેટરી તરુણ ચુગે કહ્યું હતું કે, અમે 9,000 શક્તિ કેન્દ્રોમાં 11,000 રેલીઓના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છીએ. અમે ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં આ રેલીઓ પૂર્ણ કરીશું.


Lok Sabha 2024 : ભાજપ માટે ખતરાની નિશાની!!! PM મોદીને લઈ સર્વેમાં થયો મોટો ખુલાસો


લોકસભા ચૂંટણી 2024 પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાના રાજકીય સમીકરણોની ગોઠવણ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ કોંગ્રેસે ભારત જોડો યાત્રાના સહારે સરકતા જતા રાજકીય મેદાનને વધુ મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તો ટીઆરએસ નેતા કેસીઆરના નેતૃત્વમાં ત્રીજા મોરચાના ગણગણાટથી પણ ઘણાની બેચેની વધી ગઈ છે.


તાજેતરમાં સી-વોટર અને ઈન્ડિયા ટુડેએ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની વ્યૂહરચના, ચૂંટણીના દાવાઓ અને સમીકરણોને તપાસવા માટે એક સર્વે કર્યો હતો. જેમાં 'જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો જનતાનો મૂડ કેવો છે'ની તર્જ પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં સામે આવ્યું છે કે, છેલ્લા 6 વર્ષમાં મોદી સરકારના કામકાજથી અસંતુષ્ટ લોકોની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.