Rahul Gandhi Wedding Rumour: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લગ્નની ચર્ચાઓ થોડા દિવસો પહેલા ખૂબ ચર્ચામાં હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રણીતિ શિંદેના લગ્ન અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. પ્રણીતિ શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેની દીકરી છે. આ અફવાઓ પર સુશીલકુમાર શિંદેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે લગ્નની અફવાઓને ખોટી ગણાવી છે.
શુભાંકર મિશ્રાના એક શો દરમિયાન સુશીલકુમાર શિંદેએ કહ્યું કે તેમની દીકરી પ્રણીતિ સાંસદ છે. તેમણે સાંસદ હોવાના નાતે રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો તો તેમાં શું થઈ ગયું? આ રીતે લગ્નની અફવા ઉડાવવી ખોટી વાત છે. તેમના લગ્ન અંગે કોઈ વાતચીત નથી. જણાવી દઈએ કે સુશીલકુમાર શિંદે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. દીકરી પ્રણીતિને તેમણે પોતાનો રાજકીય વારસો સોંપ્યો છે.
2024માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા શિંદે
9 ડિસેમ્બર 1980ના રોજ પ્રણીતિ શિંદેએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક કર્યું છે. આ ઉપરાંત તેમણે મુંબઈ યુનિવર્સિટીના ગવર્નમેન્ટ લૉ કોલેજમાંથી એલએલબી કર્યું છે. 2009માં કોંગ્રેસની ટિકિટ પર પ્રણીતિ શિંદેએ પ્રથમ વખત સોલાપુર સિટી સેન્ટ્રલથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે 2014 અને 2019માં ચૂંટણી જીતીને હેટ્રિક નોંધાવી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન પ્રણીતિ શિંદેને અમરાવતી ઝોનની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીની વિધાનસભા ચૂંટણીઓ માટેની સ્ક્રીનિંગ કમિટીનો પણ ભાગ રહ્યા છે.
પ્રણિતી શિંદે સોલાપુર લોકસભા સીટ પરથી ચૂંટાયેલી પ્રથમ મહિલા સાંસદ છે. તે અગાઉ સોલાપુર સિટી સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચુકી છે. તેમણે જય-જુઈ વિકાસ મંચ સામાજિક સંગઠનથી તેમની રાજકીય અને સામાજિક સફરની શરૂઆત કરી હતી. 2009 માં, તેઓ કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેણે 2014 અને 2019માં પણ ચૂંટણી જીતીને હેટ્રિક ફટકારી હતી. હવે તેમણે લોકસભા બેઠક જીતીને પોતાનું સ્થાન વધુ ઊંચું કર્યું છે. આ પહેલા પ્રદેશ કોંગ્રેસે પણ પ્રણિતીને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને સભ્ય તરીકે તક આપીને સારી તાકાત આપી છે.
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પ્રણીતિ શિંદે અને રાહુલ ગાંધીના લગ્નના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. પ્રણીતિનો રાહુલ સાથેનો ફોટો પણ ખૂબ વાયરલ કરવામાં આવ્યો. લગ્નના સમાચારને તેમના પિતા સુશીલકુમાર શિંદેએ ખોટા ઠેરવ્યા છે.
આ પણ વાંચોઃ
Khandwa: પિતાએ કરી છેડતી... પુત્રએ પેટ્રોલ નાખીને સળગાવી, હવે સારવાર દરમિયાન યુવતીએ તોડ્યો દમ