નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ અટેકના કારણે સુષ્મા સ્વરાજનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. સુષ્મા સ્વરાજને મંગળવાર રાત્રે 10 વાગે દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા હતાં. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ નેતાઓ સહિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

સુષ્મા સ્વરાજના નિધન બાદ કેન્દ્રીય મંત્રી અને સુષ્મા સ્વરાજની બહુ જ નજીક રહેલ સ્મૃતિ ઈરાનીએ ભાવુક ટ્વીટ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘દીદી, મને તમારાથી એક ફરિયાદ છે. તમે બાંસુરીમાં કહ્યું હતું કે, એક રેસ્ટોરન્ટ પસંદ કરો અને તમે અમને લંચ પર લઈ જવાના હતાં. પરંતુ તમે તમારો વાયદો પૂરો કર્યા વગર જ અમને છોડીને ચાલ્યા ગયા.’


આપને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળ્યા પછી બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતા AIIMS પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, પ્રહલાદ સિંહ પટેલ અને હર્ષવર્ધન સામેલ છે.